॥ સોમનાથ મહાદેવ ની આરતી ॥


હો સોમેશ્વર દેવ ભોળિયા, કરુ તમારી સેવ જટામાં વસે માત ગંગેવ, પતિત ને પાવન કરતી
પાર્વતી ના પતિ ખોડલે રમે ગુણ નો પતિ જાપ નીત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી…
આરતી રોજ ઉતરતી, ……..

કાળ તણા છો કાળ,કંઠ મા ઝૂલી રહ્યા કંકાલ અંગ પર રમે વિખંધર વ્યાળ,મણિધર મનિયલ કાળા
ગરલ ધરલ નીલકન્ઠ ધતુરા, ભાંગ ત્રપ્ત આ કંઠ નિશાચર ભૂત પ્રેત ના ચંદ, ભયંકર ભુરિ લતાડા
આરતી રોજ ઉતરતી, ……..

નિર્મલ જલ ની ધાર, ધરે કોઇ બીલીપત્ર ઉપહાર શિવાય ૐ નમઃ કરે ઉચ્ચાર, ધ્યાન શંકર નો ધ|રે
ધર્મ અર્થ ને કામ મોક્ષ, સહ ચારુ ફળ ને શામ, સદા શિવ હામ દામ ને થામ, સમર્પે સેવક દ્વારે
આરતી રોજ ઉતરતી, ……..

સ્થાન ભૂમિ શમશાન, ધૂર્જટિ ધરે અલખારો ઘ્યાન, દિગમ્બર મહાદેવ ભગવાન, અજણ મા અકળ અનુપમ
દેવ દૈત્ર ને નાગ માનવી, કોઈના પામે તાડ અજરવાર તારા ગુણલા યથાત, સમર્પે શંભુ દમ દમ
આરતી રોજ ઉતરતી, ……..

જટા જુટ મે ચંદ્ર, ત્રિલોચન અગન જાળ પર ચંટ, ત્રિશુલ પર ડમરુ ડાક બજંત, વાસ કૈલાશ નિવાસી
ભવ હર ભવરા નાથ, સધરા સાથ વડા સમ્રાટ, અધઉ હર અનાથ હંડા નાથ, તાડ તલ ભવંરી ફાસી 
આરતી રોજ ઉતરતી, ……..

ચવે ચૌંદ હી લોક, પુકારત નામ મિટે સબ શોક, ચરિત બમંચાય જગત રે ચોક, કે જય હો પિનાક પાણી,
અલગારી ઉછરંગ ધરી ગુણ ગાય કરી મન ચંટ, રાખીયે નાથ ત્રિલોકી રંગ, વદત નીત વિમલ વાણી

આરતી રોજ ઉતરતી, ……..


Scroll to Top