॥ ભભકે ગણ ભૂત ભયંકર ભુતળ, નાથ અધંખર તે નખતે॥
ભભકે ગણ ભૂત ભયંકર ભુતળ, નાથ અધંખર તે નખતે
ભળકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંડ ગતે
ડમરૂમ ડડંકર બાહ જટંકર, શંકર તે કૈલાસ સરે
પરમેશર મોદ ધરી પશુ પાળણ, કામ પ્રજાળણ નાચ કરે જી (૩)
હર મહાદેવ હર મહાદેવ (કોરસ)
હર હર હર હર મહાદેવ (કોરસ)
હડડં ખડડં બ્રહ્માંડ હલે, દડડં દડદા કર ડાક બજે,
જળળં દંગ જવાલ કરાલ જરે, સચરં થડડં ગણ સાજ સજે,
કડકે ધરણી કડડં કડડં, હડડં મુખ નાથ ગ્રજંત હરે,
પરમેશર મોદ ધરી પશુ પ્રાળણ, કામ પ્રજાણ નાચ કરે જી (૩)
બમભોલા તાંડવ નાચ કરે
હર મહાદેવ હર મહાદેવ (કોરસ)
હર હર હર હર મહાદેવ (કોરસ)