॥ જટામાં ગંગાજી અટવાણી ॥
અંગે મદને આભેથી ઉતરી
પડતા ધોધમાર પાણી
જટામાં ગંગાજી અટવાણી – [૨]
અવર નદી સમ એનાં દિલમાં
જોગી રે મુઝને જાણી – એ જાણી રે – [૨]
ત્રિપુરારીનો ગરવ ઉતારી -[૨]
પાતાળ લઈ જાય પાણી
– જટામાં ગંગાજી
અગમ અગોચર જટાવધારી એની
જુગેથી શકે નહીં કોઈ જાણી -[૨] –
ભગીરથ તારો દિલના ભોળાએ – [૨] –
પડતા ગગાના પાણી
— જટામાં ગગાજી
વેગ દિલના વિરામ ન પામ્યા
ઘણા દિવસ અકળાણી [૨]
દરિયે જવાનોયે મારગ જડ્યો નહી
મનમાં ખૂબ મુંઝાણી
— જટામા ગગાજી
સુણી વિનતી ભગીરથ કેરી
પાડ્યુ બિંદુ એક પાણી [૨]
એમાંથી પણ ધારા પ્રગટી [૨]
ત્રિવેણી નામે ઓળખાણી
— જટામાં ગગાજી
સૂર સરીતાએ જ્યારે શિવજીને વિનવ્યા
ગાઈરી મડ વેદવાણી [૨]
સામત શકરે રાખ્યો જટામા
એ જી કર્યા મુગટની રાણી
— જટામા ગગાજી