॥ લેવા શિવ ચરણે વિશ્રામ, મારે જાવું તીરથ ધામ॥
લેવા શિવ ચરણે વિશ્રામ [2]
મારે જાવું તીરથ ધામ [2]
કાશીમાં કાયાનું કલ્યાણ થાતું
થાતું ધાર્યું કામ
અમરનાથની અમર કહાની [2]
અમર રાખે નામ
મારે જાવું તીરથ ધામ
પ્રગટ પરચા રામેશ્વર
ધરવાનું છે ધામ
કેદારનાથ તો કમાલ કરતા [2]
પાડે તું ભક્તનામ
મારે જાવું તીરથ ધામ
ભવેશ્વર દાદો ભવપાર પાડે
જુનાગઢને ધામ
ભીડભંજન ભીમનાથ સભારી [2]
પૂરે હૈયાની હામ
મારે જાવું તીરથધામ
સોમનાથમાં સનમુખ જોયા
કૈલાસમાં છે મુકામ
કાશી ગયામાં દરશન કરી લે [2]
અંતરના આરામ
મારે જાવું તીરથધામ
લેવા શિવ ચરણે વિશ્રામ
મારે જાવું તીરથધામ