॥ સદાશિવ આશરો એક તમારો ભોળા શંભુ આશરો એક તમારો ॥
સદાશિવ આશરો એક તમારો ભોળા શંભુ આશરો એક તમારો
જળ, સ્થળ ને જડ ચેતન સૌ માં વાસ સદા છે તમારો
પામર પ્રાણી હું, કાઈ નવ સમજ્યો ખેલ અજબ છે તમારો રે…. સદાશિવ આશરો એક તમારો
અજબ અલૌકિક રૂપ તમારું ને ભાલ માં ચંદ્ર રૂપાળો
કર માં કમંડળ ત્રિશૂળ ડમરુ છે યોગી વેશ તમારો રે… સદાશિવ આશરો એક તમારો
જગ હિત કાજે ઝીલ્યા ઝટામાં ને, ગંગાનો ગર્વ ઉતાર્યો
મૃત્યુના દૂત ને મોકલ્યો પાછો માર્કન્ડેય ને ઉઘાર્યો રે… સદાશિવ આશરો એક તમારો
દેવને દાનવ સાથે મળીને સાગર મંથવાને ધાર્યો
રત્નો નીકળતા રાજી થયા સૌ કહેતા કે ભાગ અમારો રે… સદાશિવ આશરો એક તમારો
વિષ હળાહળ નીકળ્યું ત્યારે, વિષ્ણુ ને કહે કે ઊગારો
વિષ્ણુ કહે એ તો કામ કઠણ છે શંભુ નું શરણ સ્વીકારો રે… સદાશિવ આશરો એક તમારો
અમૃતની તમે આશા ના કિધીને ઝેર નો ભાગ સ્વીકાર્યો
સરળ સ્વભાવ ને ભાવ તમારો ભક્તો ના દુઃખ હરનારો રે… સદાશિવ આશરો એક તમારો
દેવ ને દાનવ માનવ સૌ ને આપતા આપ સહારો
બાદ તમારો જાણી ને મુજને ભવજલ પાર ઉતારો રે…સદાશિવ આશરો એક તમારો
સર્વે જગત માં વાસ તમારો ને, ભક્તો ને દેતા સહારો
દાસ તણા સર્વે પાપ નિવારો ભવજળ પાર ઉતારો રે… સદાશિવ આશરો એક તમારો