છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન-રાત,
ડાક-ડમરું ના ડમડમાટ શંખ ના નાદ કરે છે વાત.
શિવ ને ભજો જીવ દિન રાત…

કાર્તિક-ગણેશ શિવ ના બાળ ઉમૈયા અર્ધાંગીની નાર,
દશાનન ભજે શિવ ના નામ તેઓ પણ કરે છે એક જ વાત,
શિવ ને ભજો જીવ દિન રાત…

શિવજી શોભે છે કૈલાશ ત્યાં વસે દેવો-ઋષિ-રાજ,
ચારણો નંદી ચરાવે ત્યાંજ કરે છે ચાર વેદ ની વાત,
શિવ ને ભજો જીવ દિન રાત…

કરે છે શિવજી તાંડવ નાચ દિગપાળો ના જુકતા હાથ,
જોઇને દેવો ફફડે આજ ભોળા ને વિનવે બેઉ હાથ,
શિવ ને ભજો જીવ દિન રાત…

હરિ ઓમ હર હર ના જ્યાં નાદ, ત્યાં શશી-ભાણ ઉગે દિન-રાત,
તુજ વિણ દીપ “પ્રદીપ” ના વાત, શિવ છો કણ કણ માં હયાત ,
શિવ ને ભજો જીવ દિન રાત…

नाचंत नि:शंका ,मृगमद पंका, घमघम घमका, घुघरू का ।
ढोलु का धमका, होव हमका ,डम डम डमका, डमरु का ।।
रणतुर रणंका, भेर भणंका, गगन झणंका, गहरेशा ।
जयदेव सिध्धेशा, हरन कलेशा, मगन हमेशा माहेशा ।।

शैलशुंग सम विशाल,जटाजूट चंद्रभाल गंग की तरंग बाल विमल नीर राजे
लोचन त्रय लाल चंदनकी खोरी भाल कुमकुम सिंदुर गुलाल भ्रुकुटी वर साजे ||
मुंडन की कंठ माल विहसत ह्रदय कुशाल स्फटीक जाल रुद्र माल हर दियाल राचे
डम डम डम डमरु बाज नाद वेद स्वर सुसाज शंकर महाराज आज ताँडव नाचे ||


Scroll to Top