॥ શોભે કૈલાસમાં ભોળા મહાદેવજી ॥
શોભે કૈલાસમાં ભોળા મહાદેવજી
ભાવે ભક્તોની વણઝાર મંદિરમાં
હર હર મહાદેવજી
માતા પાર્વતી સાથે ગણપતિ મોરિયા
અરે ભક્તો આવે છે તારા હૈયાના ભોળિયા
ઉઘાડો અંતરના દ્વાર મંદિરમાં
હર હર મહાદેવજી
હે શંકર સમર્થ તારા ગુણલા શું ગાઈએ
ભક્તિની ગંગામાં રોજ ઊઠી નાહીએ
હો વરસાવો કરુણાની ધાર મંદિરમાં
હર હર મહાદેવજી
ભોળાના ચરણોમાં શીશ નમાવીએ
નમ શિવાય ૐ ધૂન મચાવીએ
હો કંઠેથી કરજો રણકાર મંદિરમાં
હર હર મહાદેવજી
હે કોઈ ફળ ફૂલ બીલી ચંદન ચઢાવતા
કોઈ જલધાર કરી દૂધે નવરાવતા
હે આરતીમાં અશ્રુની ધાર મંદિરમાં
હર હર મહાદેવજી
વ્યાંઘાબર વસ્ત્ર તારું ગળે રુદ્રમાળા
ભાલે બીજ ચંદ્ર કરે અંતર અજવાળા
હે સર્પો ના શોભે શણગાર મંદિરમાં
હર હર મહાદેવજી
હે કાશી કેદાર કૈલાસ વળી સોમનાથ
દરશન આપોને દીનબંધુ દિનાનાથ
શાંતી ને સુખના દેનાર મંદિરમાં
હર હર મહાદેવજી